Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઆદિવાસી પંથકમાં લિવ ઇનનો લોહિયાળ અંજામ, બીજવરે ગળેટૂંપો આપી યુવતીની કરી હત્યા...

આદિવાસી પંથકમાં લિવ ઇનનો લોહિયાળ અંજામ, બીજવરે ગળેટૂંપો આપી યુવતીની કરી હત્યા…

Published by : Rana Kajal

  • ઝઘડિયાના મુલદ ગામે 8 મહિનાથી ઘરેથી ભાગી યુવતી લીવ ઇન રિલેશનમાં રહેતી હતી
  • આડા સંબંધના વહેમે આરોપીએ હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ

આદિવાસી ઝઘડિયા તાલુકામાં લિવ ઇન રિલેશનશિપનો કરુણ અંજામ આવ્યો છે. આઠ મહિનાથી ભાગીને સાથે રહેતી યુવતીને ગળેફાંસો આપી હત્યા કરી દેવાઈ છે.

દેડિયાપાડા તાલુકાના જામની ગામે રહેતી 28 વર્ષીય આંનદી વસાવા આજથી 8 મહિના પેહલા સાગબારાના સામપાડાના દિલીપ શિવરામ વસાવા જોડે ભાગી ગઈ હતી.

બન્નેએ ભાગીને ઝઘડિયાના મુલદ ગામે લિવ ઇન રિલેશનમાં લગ્ન કર્યા વગર રહેવા લાગ્યા હતા. નજીકમાં જ આવેલા બ્લોકના કારખાનામાં સાથે કામ કરતા હતા.

થોડા સમય બાદ આંનદી તેના ઘરે દેડિયાપાડા આવતી જતી થઈ હતી. દિલીપની પેહલી પત્નીનું બીમારીમાં મોત થયું હતું. ગત 4 મે ના રોજ આંનદી એકલી પોતાના ઘરે ગઈ હતી. જ્યાં માતા સુડીબેનને દિલીપ તેના પર આડા સંબંધનો વહેમ રાખી ઝઘડો કરતો હોવાનું કહ્યું હતું. જેથી તે રિસાઈ ને ઘરે આવતી રહી હતી. બે દિવસ બાદ આંનદી ફરી દિલીપ જોડે જતી રહી હતી.

દરમિયાન 2 જૂને દિલીપના મોબાઈલ પરથી તેની માતાએ સુડીબેનને ફોન કર્યો હતો. આંનદીએ ઝાડ પર દોરી બાંધી ગળેફાંસો ખાધો હોવાનું જણાવ્યું હતું.

આંનદીના ભાઈ ગણેશ માતા અને અન્ય સંબંધીને લઈ ઝઘડિયા દોડી આવ્યા હતા. જ્યાં બહેનના ગળામાં નિશાન જોયા હતા. તબીબે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દોરીથી ગળું દબાવી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

બહેનની હત્યા અંગે ભાઈએ ઝઘડીયા પોલિસ મથકે દિલીપ વસાવા સામે 302 ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security