Published By : Parul Patel
2023માં પણ રેશનકાર્ડ ધારકોને મફત રાશન આપવામાં આવશે એવું સરકારે જાહેર કર્યું છે. પરંતુ અમુક જગ્યાની ન્યૂઝમાં જાણ્યું જ છે કે અનાજ વિતરણ વિભાગના વ્યક્તિઓ અનાજ નથી આપતા અને ગેરકાયદેસર વેચી દે છે. સાથે જ જે લોકો લાયક નથી તેઓ પણ મફત રાશનનો લાભ લેતા હોવાનું જાણવા મળે છે. તેથી કેન્દ્ર સરકાર એમની સામે મોટી કાર્યવાહી કરી રહી છે. સરકારે એવા લોકોને અપીલ કરી છે કે જેઓ લાયક નથી પણ મફત રાશન મેળવે છે તેઓ તેમના રાશન કાર્ડ જાતે જ રદ કરે. જો લોકો જાતે રેશનકાર્ડ રદ નહીં કરે તો ખાદ્ય પુરવઠા વિભાગની ટીમ તેની સત્યતાની ચકાસણી કરીને રેશનકાર્ડ રદ કરશે. એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
જાણીશુ શું છે સરકારના નિયમ :

રાશનકાર્ડ ધારક પાસે ફોર વ્હીલર, ટ્રેક્ટર હોય, પોતાની કમાણીમાં થી 100 ચોરસ મીટરનો પ્લોટ અથવા ફ્લેટ કે મકાન ખરીદ્યું હોય, પોતાનું હથિયાર ધરાવતા હોય, ગામમાં 2 લાખ જેટલી અને શહેરમાં 3 લાખ કરતા વધુ ની પરિવારની આવક હોય, આવા સર્વે રાશન કાર્ડ ધારકોએ પોતાનું રાશન કાર્ડ રદ કરવાનું રહેશે. રાશન કાર્ડ ધારક આ ચારમાંથી એક બાબતમાં પણ દોષિત હશે અને રાશનકાર્ડ રદ નહિ કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
સરકારના નવા નિયમો પ્રમાણે રાશન કાર્ડ ધારક પોતાની જાતે કાર્ડ રદ્દ નહીં કરાવે તો તપાસ બાદ તેનું કાર્ડ તો રદ કરવામાં આવશે. આ સાથે તેના પરિવાર ના સભ્યો સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં, જ્યારથી આવા લોકોને રાશન લીધું છે ત્યારથી તેમની પાસેથી વસૂલી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. તેથી રાશન કાર્ડ ધારકોએ આ નિયમોનું પાલન કરવું. જેથી ગરીબ લોકોને લાભ મળે. જેઓ નાણાકીય રીતે સદ્ધર છે તેઓએ મફતમાં રાશન ન લેવું જોઈએ. રેશનિંગ સિસ્ટમ ગરીબો માટે છે. આર્થિક રીતે સક્ષમ લોકો રાશન કાર્ડ રદ કરશે તો તેનાથી અન્ય ગરીબ લોકોને ફાયદો થશે.