Published by : Vanshika Gor
આશરે 10વર્ષ અગાઉ યુપીએની મનમોહન સિંઘની સરકારના સમયે સાંસદો, ધારાસભ્યો સામેના કેસમા તાત્કાલિક ગેરલાયક ઠરવા અંગે સંસદ અને ધારાસભ્યોને રક્ષણ આપવા કાયદો લવાયો હતો. વર્ષ 2013ના સપ્ટેમ્બર માસમાં મનમોહન સિંઘની સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે લાવેલ વટહુકમ અંગે કોંગ્રેસના નેતા અજય માકન પત્રકાર પરિષદમાં માહીતી આપી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી પત્રકાર પરિષદમા ધસી આવ્યા હતા. અને વટહુકમ ફાડી નાખ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસેજ આ વટહુકમ પાંછો ખેંચી લીધો હતો.આ વટહુકમ લાગુ પડ્યો હોત તો રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ બચી ગયું હોત.




