Published by : Rana Kajal
કોરોના મહમારીના સમયમાં અને ત્યારબાદના સમયમાં ભરૂચ જિલ્લા સહીત રાજ્યમાં રિયલ એસ્ટેટમાં મંદીનું વાવાઝોડું ફુંકાયું હતું. પરતું હવે ધીમે-ધીમે આ અસર ઓછી થતાં રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં રિયલ એસ્ટેટમા તેજીનું વાતાવરણ જણાઈ રહ્યું છે. દેશમાં રિયલ એસ્ટેટમાં 2.80 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બીજા સ્થાને છે. જે નોંધપાત્ર બાબત કહી શકાય…
કોરોના મહામારીના સમયમા રિયલ એસ્ટેટમા મંદીનું વાવાઝોડું ફૂંકાયું હતું. જેની અસર અન્ય ક્ષેત્રો પર પણ પડી હતી. પરતું હવે ધીમે ધીમે મંદીની અસરમાંથી રિયલ એસ્ટેટ બહાર નીકળી રહ્યું છે. રાજ્યમાં નવા નવા પ્રોજેક્ટ આવતા રિયલ એસ્ટેટનું કદ વધી રહ્યુ છે. જેમકે વર્ષ 2021- 22માં માત્ર એક જ વર્ષમાં 48736 કરોડ રૂ. ના 1709 નવા પ્રોજેક્ટ રજીસ્ટર થયા હતા. ચાલુ વર્ષે નવા પ્રોજેક્ટની સંખ્યા નોધપાત્ર રીતે વધી છે. જમીનની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. તો રાજ્યમાં રૂ 100 કરોડ થી વધુ રોકાણ ધરાવતા મેગા પ્રોજેક્ટોની સંખ્યા પણ વધી છે.