Home Bharuch આપદા બિપોરજોયને લઈ સમુદ્ર તટના 1.01 લાખ લોકો સતત ત્રીજા દિવસે પણ...

આપદા બિપોરજોયને લઈ સમુદ્ર તટના 1.01 લાખ લોકો સતત ત્રીજા દિવસે પણ સાબદા…

0

Published By : Patel Shital

  • ભરૂચના દહેજ બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત, શહેરમાં માત્ર 4 મિમી વરસાદ…
  • ગુરૂવારે વાવાઝોડાનું જોમ વધવા સાથે હળવાથી ભારે વરસાદની સંભવના…

ભરૂચના દહેજ બંદરે ભય સુચવતું 3 નંબરનું સિગ્નલ બુધવારે પણ જારી વચ્ચે 3 તાલુકાના 44 ગામના 1.01 લાખ સાગર તટીય લોકોને ત્રીજા દિવસે પણ આપદા વચ્ચે સાબદા રખાયા હતા.

ભરૂચ જિલ્લામાં બુધવારે બિપોરજોય એટલે કે આપદા વચ્ચે સરેરાશ 23 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. સતત ચોથા દિવસે દહેજ બંદરે 3 નંબરનું સિગ્નલ જારી રહ્યું હતું.

વાવાઝોડાની સાઈડ ઇફેક્ટ વચ્ચે ભરૂચ શહેર અને તાલુકામાં માત્ર 4 મિમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના 122 કિલોમીટરની સમુદ્ર પટ્ટી પર આવેલા વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના 44 ગામોના લોકોને સુરક્ષા તેમજ સલામતીના કારણોસર એલર્ટ રાખી જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

દરમિયાન ગુરૂવારે વાવાઝોડું તેજ થવા સાથે 60 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version