Home Bharuch ભરૂચ ભાજપ વિધાનસભાએ સુશાસન ના 9 વર્ષ નિમિતે યોજયું વિરાટ લાભાર્થી સંમેલન…

ભરૂચ ભાજપ વિધાનસભાએ સુશાસન ના 9 વર્ષ નિમિતે યોજયું વિરાટ લાભાર્થી સંમેલન…

0

Published By : Patel Shital

  • મહા જનસંપર્ક અભિયાન હેઠળ પંડિત ઓમકારનાથ હોલમાં યોજાયો કાર્યકમ…
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસનો આસ્વાદ પહોંચ્યો જનજન સુધી…

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન ખાતે ભાજપ ભરૂચ વિધાનસભા દ્વારા મહા જનસંપર્ક અભિયાન હેઠળ વિરાટ લાભાર્થી સંમેલન યોજાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃવમાં કેન્દ્ર સરકારને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી અંતર્ગત ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા લાભાર્થી સંમેલનનો કાર્યકમ આયોજિત કરાયો હતો.

વર્ષ 2014 થી રાષ્ટ્રની ધૂરા નરેન્દ્ર મોદીએ સંભાળ્યા બાદ સામાજિક, આર્થિક, આરોગ્ય, રક્ષા, સંસ્કૃતિ, વેપાર, ઉધોગ સહિતના તમામ ક્ષેત્રે આવેલા બદલાવની ફલશ્રુતિ ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના દ્વારા રજૂ કરાઈ હતી.

અનેક જનકલ્યાણ અને રાષ્ટ્રહિતના નિર્ણય થકી આજે વિશ્વ ભારતને ઉન્નત શિખર પર આદર સાથે સન્માનભેર જોઈ રહ્યું છે ત્યારે દેશ સહિત ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં પણ તમામ ક્ષેત્રે વિકાસના કરાયેલા કાર્યો અને તેનાથી લોકોના જીવનમાં આવેલા હકારાત્મક બદલાવો વિવિધ લાભાર્થીઓએ આ તબક્કે તેમના શબ્દોમાં જ રજૂ કર્યા હતા.

મહા જનસંપર્ક અભિયાન લાભાર્થી સંમેલનમાં જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ પરમાર, દિવ્યેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, અન્ય આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version