Published by : Rana Kajal
સુરત
રાજકારણમાં પક્ષો એકબીજા પર અનેક પ્રહારો કરતા હોય છે. પરંતુ બીજી તરફ રાજકારણ ભૂલીને રાજકીય ખેલદિલી પણ દેખાડતા હોય છે. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓ પણ વિરુધ્ધ પાર્ટીની નજીક આવતા હોય તેવુ લાગી રહ્યું છે. ચૂંટણી પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યુ છે. આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલે 500 કાર્યકર્તાઓ સાથે તેમણે સત્તાવાર રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. સુરત શહેર પ્રમુખના હાથે ખેસ પહેરી વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા. માહિતી મુજબ ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થનમાં તેઓ ભાજપમાં જોડાયા છે. વર્ષ 2017માં યોગેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.




