અમદાવાદ
આપદા અને મુસીબતો અવસર સર્જી શકે છે આ બાબતને સાચી ઠેરવતો કિસ્સો હાલમાં સપાટી પર આવ્યો છે. ઍક વિદ્યાર્થી કે જેની પાસે શાળા ખાતે આવવા જવાના રોજના રૂ 10 પણ ન હતા. તેથી દરરોજ આ વિધાર્થી 5 કિલોમીટર દોડીને શાળાએ ભણવા જતો હતો.આ વિધાર્થીની આ મહેનત ફળી હોય તેમ તેનું નેશનલ ગેમ્સમાં સિલેકશન થયું હતું. આ વિધાર્થીનું નામ નવઘણ જોગરાણા છે હાલ તે અમદાવાદ નિકોલ ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવી રહયો છે. મૂળ ધંધુકા તાલુકાના રાયકા ગામનાં વતની એવા નવઘણના કુટુંબીજનો હજી પશુપાલનનો વ્યવસાય કરે છે. નવઘણ દોડ ઉપરાંત લોંગજમ્પમાં પણ કુશળતા ધરાવે છે. તેણે રાજ્યને ઘણા ગોલ્ડ મેડલ અપાવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે હવે નવઘણની ઍક ઈચ્છા છે કે બીજા દેશોમાં પણ ભારતનું રાષ્ટ્રગીત ગૌરવ સાથે ગુંજે….