રણબીર અને આલિયાની કારની હૉસ્પિટલથી બહાર નીકળતી વખતેની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કાળા રંગની રેન્જ રોવર કારમાં, રણબીર અને આલિયા તેમના નાના દેવદૂત સાથે હોસ્પિટલથી નીકળી ગયા છે. નાના દેવદૂતના સ્વાગત માટે કપૂર પરિવારમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આલિયા અને તેના નાના દેવદૂતની પ્રથમ ઝલક મેળવવા માટે બેચેન ચાહકો હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. કપૂર પરિવારની લિટલ પ્રિન્સેસ કેવી દેખાય છે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે.

ચાહકોએ હજુ સુધી કપૂર પરિવારની લિટલ એન્જલને જોઈ નથી. પરંતુ આલિયા ભટ્ટની ડિલિવરી બાદ ચાહકોને તેની પહેલી ઝલક જોવા મળી છે. કારના અરીસામાંથી બહાર દેખાતી આલિયાની તસવીર પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આલિયા બ્લેક આઉટફિટમાં નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. આલિયાના ચહેરા પર માતા બનવાની ખુશી અને આરામ સ્પષ્ટ દેખાઈ આવે છે.