Published by : Rana Kajal
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હાલમાં પણ બંને દેશો વચ્ચેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. આ યુદ્ધમાં બંને દેશોના સૈનિકો મોટી સંખ્યામાં શહીદ થયા છે. હવે અમેરિકાના એક ટોચના જનરલે દાવો કર્યો છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. તેણે એમ પણ કહ્યું છે કે યુદ્ધમાં માર્યા ગયેલા યુક્રેનિયન સૈનિકોની સંખ્યાનો પણ અંદાજ છે. આ સાથે જ રશિયન સેનાએ કહ્યું છે કે તેના સૈનિકો યુક્રેનના કેટલાક શહેરોમાંથી પાછા હટી રહ્યા છે.
યુએસ આર્મી જનરલ માર્ક માઈલી ન્યૂયોર્કના ઈકોનોમિક ક્લબ સાથે વાત કરે છે. આમાં તેણે કહ્યું છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં 1 લાખથી વધુ રશિયન સૈનિકો કાં તો માર્યા ગયા અથવા તો ઘણા ઘાયલ થયા. યુક્રેન સાથે પણ આવું જ થયું છે. રશિયન સેનાએ ફેબ્રુઆરીના અંતમાં યુક્રેન સામે યુદ્ધ છેડ્યું હતું.




