Home Ankleshwar આલુંજ ગામમાંથી શ્રાવણીયો જુગારધામ ઝડપાયો

આલુંજ ગામમાંથી શ્રાવણીયો જુગારધામ ઝડપાયો

0

સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ ભરૂચ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આલુંજ ગામના દેવાળ ફળીયામાં રહેતી મહિલા સુમીબેન ઉર્ફે અનીતાબેન અનીલભાઇ વસાસા પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યા હતા દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

પોલીસે જુગાર રમતી મહિલા સહીત ૧૧ જુગારીયાઓને ઝડપ્યા

પોલીસે સ્થળ પરથી રોકડા ૬૬ હજાર અને બે બાઈક,આઠ મોબાઈલ ફોન મળી કુલ ૧.૫૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શ્રાવણીયો જુગાર રમાડતી મહિલા સુમીબેન જયંતી વસાવા,રીયાઝ ઇલ્યાસ માસ્તર અલ્પેશભાઇ વસાસા,શોકત મહમંદભાઇ જોગીયાર,સોજેલ ઇલ્યાસભાઇ ટોપીયા અને ઇદરીસ યાકુબ જોગીયાર,વીરલસિંહ છત્રસિંહ ડોડીયા,જાવેદભાઇ ઇબ્રાહીમભાઇ ટોપીયા સહીત ૧૧ જુગારીયાઓને ઝડપી પાડી તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version