Home News Update My Gujarat કોમનવેલ્થ ગેમ્સનો આજે છેલ્લો દિવસ : સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ, લક્ષ્ય સેન...

કોમનવેલ્થ ગેમ્સનો આજે છેલ્લો દિવસ : સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ, લક્ષ્ય સેન પહેલી ગેમ હાર્યા પછી જોરદાર કમ બેક કર્યું; ભારતના નામે અત્યાર સુધી 56 મેડલ

0

ભારતીય શટલર પીવી સિંધુએ સોમવારે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો કેનેડિયન ખેલાડી મિશેલ લી સામે હતો. સિંધુએ તેને 21-15, 21-13થી હરાવી હતી. કોમનવેલ્થમાં મહિલા સિંગલ્સમાં સિંધુનો આ પહેલો ગોલ્ડ છે. અગાઉ 2018માં સાઇના નેહવાલે કોમનવેલ્થમાં મહિલા સિંગલ્સમાં જીત મેળવી હતી. તેણે પીવી સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ દરમિયાન બેડમિન્ટનના મેન્સ સિંગલ્સ ફાઈનલમાં ભારતના લક્ષ્ય સેન મલેશિયાના જેઈ યંગથી મુકાબલો કરી રહ્યા છે. લક્ષ્ય પહેલી ગેમ 19-21થી હારી ગયા છે. પરંતુ બીજી ગેમમાં ભારતીય શટલરે જોરદાર વાપસી કરી છે અને તેને 21-9થી જીતીને મેચમાં બરાબરી મેળવી લીધી છે. ત્રીજી ગેમમાં લક્ષ્ય 8-4થી આગળ છે.

આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભારતને અત્યાર સુધી 56 મેડલ મળ્યા છે. તેમાં 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

કોમનવેલ્થ સિંગલ્સ 2022માં સિંધુનું પ્રદર્શન કેવું રહ્યું?

  • મહિલા સિંગલ્સમાં સિંધુનો પ્રથમ મુકાબલો માલદીવની ફાતિમા અબ્દુલ રઝાક સામે હતો. સિંધુએ ફાતિમાને 21-4, 21-11ના માર્જીનથી પરાજય આપ્યો હતો.
  • બીજી મેચમાં સિંધુએ યુગાન્ડાની હસીના કુબુગાબેને 21-10, 21-9ના માર્જીનથી હરાવી હતી. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
  • ત્રીજી મેચમાં સિંધુનો મુકાબલો મલેશિયાની જિન વેઈ ગોહ સામે થયો હતો. આ મેચમાં પણ સિંધુએ 19-21, 21-14, 21-18ના અંતરથી જીત મેળવી હતી.જો કે આ મેચ પણ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
  • સેમિફાઇનલમાં સિંધુનો મુકાબલો સિંગાપોરની જિયા મીન યેઓ સામે થયો હતો. સિંધુએ આ મેચ 21-19, 21-17ના માર્જીનથી જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો

ત્યારપછી બેડમિન્ટનના મેન્સ સિંગલ્સ ફાઈનલ્સમાં લક્ષ્ય સેન અને નગ ત્જે યોંગની ટક્કર થશે. સેમિફાઈનલમાં લક્ષ્યએ શાનદાર પ્રદર્શન કરીને સિંગાપોરના જિયા હેંગ તેહને 21-10, 18-21, 21-16થી પરાજિત કર્યો છે. બપોરે 3 વાગે બેડમિન્ટનના મેન્સ ડબલ્સ ફાઈનલ્સમાં ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. ભારત તરફથી સાત્વિક અને ચિરાગની જોડી દેશ માટે વધુ એક ગોલ્ડ પાક્કો કરવા મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ તરફથી સીન અને બેન ભારતીય ખેલાડીઓનો મુકાબલો કરીશું. ભારતીય જોડીએ સેમિફાઈનલમાં મલેશિયાના ચેન પેંગ સૂન અને ટેન કિયાન મેંગની જોડી 21-6, 21-15થી હરાવ્યો હતો.

ટેબલ ટેનિસમાં મેન્સ ટીમ બ્રોન્ઝ માટે રમશે
બપોરે 3:35 કલાકે ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય ખેલાડી સાથિયાન પોલ ડ્રિંકહોલ સામે ટકરાશે. સાંજે 4:25 વાગ્યે ટેબલ ટેનિસની સિંગલ્સની ફાઇનલમાં શરતનો મુકાબલો લિયામ પિચફોર્ડ સામે થશે. સાંજે 5 વાગ્યે હોકી મેન્સ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મુકાબલો થશે. કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ હોકી ફાઈનલ ભારતની છેલ્લી ઈવેન્ટ હશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version