Home News Update My Gujarat આવનાર નવા સત્રથી CBSE માં 5+3+3+4ની પેટર્ન લાગુ કરાશે…

આવનાર નવા સત્રથી CBSE માં 5+3+3+4ની પેટર્ન લાગુ કરાશે…

0
  • પ્રિ. પ્રાઈમરીનો પણ સમાવેશ કરવામાં આવશે…

હાલમાં જ સિ CBSEની નેશનલ કોન્ફરન્સનુ આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં CBSEના અધ્યક્ષ નિધિ છીબ્બરે જાહેરાત કરી હતી કે નવા સત્રથી સીબીએસઇ માં 5+3+3+4ની પેટર્ન લાગુ કરવામાં આવશે. જેમાં પ્રિ. પ્રાઈમરી નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ કોન્ફરન્સમાં દેશ અને વિદેશની 800થી વધુ શાળાઓના આચાર્યો, શિક્ષણવિદો, અને બોર્ડના અગ્રણી અઘિકારીઓએ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં કોમ્યુનિટી સ્કૂલ પાર્ટનર શિપ, સ્કુલિંગ વર્સિસ એજ્યુકેશન , ટેકનોલોજી ફોર એજ્યુકેશન તેમજ અન્ય વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ સર્જનાત્મક શિક્ષણ અને શિક્ષકોની ક્ષમતા પર પણ સઘન ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અઘ્યક્ષ નિધિ છીબ્બરે જણાવ્યુ હતું કે એનઇપી 2020નાં ઉદ્દેશ્યો સાકાર કરવા અને તે માટે શાળાઓને તેમજ આચાર્યોને તૈયાર કરવા અંગેની ભૂમિકા તૈયાર કરવા પણ કોન્ફરન્સમાં સઘન ચર્ચા વિચારણા કરવામા આવી હતી . આગામી સત્રથી નવી પેટર્ન મુજબ CBSE સ્કૂલો શરૂ થશે. સૌથી નોધપાત્ર બાબત એ છે કે અત્યાર સુધી પ્રિ પ્રાઈમરી સ્કૂલને આ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવતો ન હતો. પણ હવે 5+3+3+4 ની પેટર્નમાં પ્રિ પ્રાઈમરી સ્કૂલનો પણ સમાવેશ કરવામાં આવશે.  વધુમાં ધોરણ 10 બોર્ડ આગામી સમયમાં નીકળી જાય તેવી સંભાવના છે જોકે આ બાબતે હાલમા આ અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version