Home Delhi આવા બનાવો બનતા ભારતની છબી ખરડાય છે…

આવા બનાવો બનતા ભારતની છબી ખરડાય છે…

0

Published By : Patel Shital

  • હોળી પર જાપાની યુવતી સાથે છેડતીનો વિડિયો થયો વાયરલ…
  • પોલીસે કરી કાર્યવાહી …
https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/JAPANI-LADY-MUTE.mp4

હોળીના અવસર પર દિલ્હીમાં જાપાની યુવતી સાથે છેડતી કરવાની ધટના સામે આવી  છે. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ બનાવનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો તેને ખોટી રીતે રંગ કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાં આ લોકો તેના માથા પર ઈંડા ફોડતા જોવા મળે છે. લોકોની હરકતોથી યુવતી પણ ઘણી અસહજ દેખાઈ રહી છે. પોલીસને હજુ સુધી આ સંબંધમાં કોઈ ફરિયાદ મળી નથી. મામલો સામે આવ્યા બાદ દિલ્હી સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે તેની તપાસ શરૂ કરી છે. પોલીસે 3 વ્યક્તિઓની અટકાયત કરી છે.  નાયબ પોલીસ કમિશ્નર સંજય કુમાર સેને જણાવ્યું કે વિડિયો પહાડગંજ વિસ્તારનો લાગે છે. આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે અને ઘટના ક્યારે અને ક્યાં બની હતી તે જાણવા માટે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version