Home Bharuch ભરૂચ SOG એ નેત્રંગના મોવી ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ તમાકુનો જથ્થો ઝડપી...

ભરૂચ SOG એ નેત્રંગના મોવી ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો…

0

Published By : Patel shital

  • પોલીસે 3.43 લાખની તમાકુ અને ટેમ્પો મળી કુલ 7.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • જયારે ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

    નેત્રંગ તાલુકાના મોવી ગામના ત્રણ રસ્તા પાસેથી ભરૂચ SOG એ શંકાસ્પદ 3.43 લાખની તમાકુ અને ટેમ્પો મળી કુલ 7.43 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. ભરૂચ SOG નો સ્ટાફ OOG ચાર્ટર મુજબના પેટ્રોલિંગમાં નેત્રંગ-વાલિયા તાલુકામાં હતો તે દરમિયાન નેત્રંગ તાલુકાના મોવી ગામના ત્રણ રસ્તા પાસે આઈસર ટેમ્પો નંબર- NL 01 AE 1916 આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી 8590 કિલો તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હરિયાણાના હમજાપુરના ટેમ્પો ચાલક ઇસ્લામખાન મહરાબખાન પાસે તમાકુના જથ્થા અંગેના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

    NO COMMENTS

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    error: Content is protected !!
    Exit mobile version