Published by : Vanshika Gor
કાર્તિક આર્યનની ‘શહઝાદા’ સદંતર ફલોપ ગઈ છે તેમ છતાં પણ તેને ‘આશિકી -૩’માં વધુ એક વખત અજમાવાય તેવી સંભાવના છે. તેની સામે હિરોઈન તરીકે સારા અલી ખાનને ઓફર કરાઈ છે.
‘આશિકી’ સિરીઝની ફિલ્મોમાં નવા ચહેરા કે નવી જ જોડીને અજમાવવામાં આવી છે. પહેલી ફિલ્મમાં રાહુલ રોય સાથે અનુ અગ્રવાલ હતી. બીજી ફિલ્મમાં આદિત્ય રોય કપૂર તથા શ્રદ્ધા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવા કલાકારો નહીં હોવા છતાં એટલા બધા જાણીતાં પણ ન હતાં. જોકે, આશિકી થ્રીમાં કાર્તિક જેવા જાણીતા કલાકારને લઈને પરંપરા બદલવામાં આવી છે.
જોકે, હિરોઈન તરીકે સાવ ફ્રેશ ચહેરાની પસંદગી કરવી કે કેમ તે અંગ નિર્માતાઓ હજુ અવઢવમાં છે. કાર્તિક અને સારા ‘લવ આજકલ’માં સાથે દેખાઈ ચૂક્યાં છે. તેમના વચ્ચે ભૂતકાળમાં અફેર હોવાની વાત પણ ચર્ચાઈ હતી. હવે તેઓ ફરી ઓનસ્ક્રીન પેર ફરી જમાવે છે કે કેમ તેની રાહ જોવાય છે.