અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના દીતલા ગામે કેસર કેરીના મોટા પ્રમાણમાં બગીચાઓ આવેલા છે. અમરેલી જિલ્લાની કેસર કેરી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. આ વર્ષે કેસરી કેરીના આંબા પર મોટા પ્રમાણમાં ફલાવરિંગ થયું છે.જેના કારણે કેસર કેરીના બગીચા ધારકો મોટા પ્રમાણમાં કેસર કેરીનો પાક થશે તેવું માની રહ્યા છે. સામાન્ય રીતે કેસર કેરીના આંબા પર 15 જાન્યુઆરી આસપાસ ફ્લાવરિંગ થતું હોય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.
જો આવી રીતે જ આંબા ઉપર ફલાવરિંગ રહેશે તો આવનારા દિવસોમાં કેરીનો મબલખ પાક આવશે. ગત વર્ષે તોકતે વાવાઝોડાને લઈને કેરીના બગીચાને ખૂબ મોટું નુકસાન થયું હતું. લોકોને કેસર કેરી સ્વાદ ચાખવા મળ્યો ન હતો. પરંતુ આ વર્ષે સારું ફલાવરિંગ આવતા મોટા પ્રમાણમાં કેસર કેરીનો પાક થવાનો અંદાજ છે.