Home News Update Nation Update ઇમામોને વેતન આપવાં બાબતે કરવામાં આવેલ આર ટી આઇ નો જવાબ ન...

ઇમામોને વેતન આપવાં બાબતે કરવામાં આવેલ આર ટી આઇ નો જવાબ ન આપવામા આવતાં નોટિસ ફટકારાઇ..

0
  • RTI હેઠળ વેતનની માહિતી ન આપતા લે. ગવર્નર, CMને નોટિસ પાઠવવામાં આવી…

દિલ્હીની મસ્જિદોમાં ઇમામોના વેતન પાછળ કેટલો ખર્ચ થઇ રહ્યો છે? આ અંગેની માહિતી એક આરટીઆઈ એક્ટિવિસ્ટને નહીં આપવા બદલ કેન્દ્રીય માહિતી મંત્રાલયે ઉપ રાજ્યપાલ કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય અને મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે.આ અંગે વિગતે જોતાં આર ટી આઇ અરજદાર સુભાષ અગ્રવાલની આ અરજીનો જવાબ નહીં મળ્યા પછી કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકરે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે 1993માં અખિલ ભારતીય ઇમામ સંગઠનની એક અરજી પછી વક્ફ બોર્ડને તેમના દ્વારા સંચાલિત મસ્જિદોના ઇમામોને વેતન આપવાનો આદેશ કર્યો હતો, જે બંધારણનું ઉલ્લંઘન છે. જૉકેબંધારણ પ્રમાણે, કરદાતાના પૈસાનો ઉપયોગ કોઈ એક વિશેષ ધર્મના પક્ષમાં ના કરી શકાય. તેનાથી ખોટું ઉદાહરણ સમાજ માટે બેસે છે. તેના કારણે બિનજરૂરી રાજકીય વિવાદ પણ સર્જાય છે.

સુભાષ અગ્રવાલે માહિતીના અધિકાર આ વિગત માંગતા એવું પણ પૂછ્યું હતું કે, ઇમામોને અપાતા વેતનની સંપૂર્ણ જવાબદારી કોના પર છે? આ ઉપરાંત તેમને અપાતા વેતનના નિયમો શું છે?શું આ પ્રકારનું વેતન મંદિરોના પૂજારીઓને પણ અપાય છે? આ અંગે ઉપ રાજ્યપાલની ઓફિસ પાસે કોઈ જ જવાબ નહોતો આપ્યો. બીજી તરફ, મુખ્ય સચિવ કાર્યાલયે માહિતી અધિકારની આ અરજી રેવન્યૂ વિભાગ અને વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરી દીધી હતી અને જણાવ્યુ હતુ કે, આ વિશે તેમની પાસે કોઈ માહિતી નથી. આમ આ માહીતી અંગે વિવાદ ઘેરાયો છે તેમજ અરજદારને યોગ્ય જવાબ ન મળતાં અનેક પ્રશ્નો ખડા થયા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version