મહારાષ્ટ્ર રાજ્ય તેમજ સમગ્ર દેશમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે તાજેતરમા નાગપુરમાંથી ઍક એવી ઘટના નાં એહવાલ સાપડી રહયા છે કે જેમાં નાગપુરની એક મહિલાને પાકિસ્તાનના એક યુવાને મેસેજ અને વોટ્સએપ કરી હેરાન કરી હતી. આ વ્યક્તિએ મહિલાને ફ્રેન્ડશીપ કરવા દબાણ કર્યુ હતું. તેમજ મહિલા સાથે અશ્લીલ વાતો કરી તેને હેરાન પરેશાન કરી હતી. પકિસ્તાન નાં ઈમરાન નામના આ યુવકે મહિલાનો નંબર વોટસએપ ગૃપ માંથી મેળવ્યો હતો. જૉકે આ ગ્રુપમાં તદ્દન અજાણ્યા લોકો હતા. યુવકે વોટ્સએપ કોલ કરી મહિલાને હેરાન પરેશાન કરતા અંતે તેણે નાગપુર પોલિસ તંત્ર નાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. તેથી નાગપુરની પોલીસે પાકિસ્તાનના યુવાન ઈમરાન સામે એફઆઈઆર નોંધી હતી.આ બાબતે વધૂ વિગતે જોતા નાગપુરના એક સ્થાનિક યુટયુબર મોહમ્મદ શાહિદે કામઠીમાં રહેતી. ઍક મહિલાને એક વોટ્સએપ ગૃપ માં સામેલ કરી હતી. આ ગૃપ માં કુલ 234 વ્યક્તિઓને એડ કરવામાં આવ્યા હતા. શાહિદ સિવાય અન્ય તમામ ગૃપ મેમ્બરોથી મહિલા અજાણ હતી. દરમ્યાન મહિલાને પાકિસ્તાનના કરાંચી શહેરથી પ્રથમ અમુક મેસેજ અને ત્યારબાદ એક વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર ઈમરાને ફરિયાદી મહિલા સાથે ફ્રેન્ડશીપનો પ્રયત્ન કર્યો હતો.જોકે મહિલાએ વધુ દાદ આપી નહોતી. ત્યારબાદ તેણે મહિલા સાથે અશ્લીલ વાતો શરૂ કરી હતી. આરોપીનો કોલ પતાવી મહિલા તા 21 નવેમ્બરના રોજ જુના કામઠી પોલીસ સ્ટેશનમાં આરોપી ઈમરાન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.