Published by: Rana kajal
વર્ષ 2022ની વાત કરવામાં આવે તો ભારતે કુલ 84 વખત ઇન્ટરનેટ સેવા બંધ કરી છે. જે કારણે ભારત સતત પાંચમી વખત ઈન્ટરનેટ સેવા બંધ કરનારા દેશોની યાદીમાં ટોચ પર છે. ભારતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાના ઘણા કારણો જોવા મળ્યા હતા. જેમ કે, દેશમાં વિરોધ પ્રદર્શન, પરીક્ષાનું આયોજન કરવવા તેમજ ચૂંટણી સહિતના અનેક કારણો જોવા મળે છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર, 2022માં જે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ તેમાં જમ્મુ અને કાશ્મીર સૌથી આગળ જોવા મળ્યું હતું. જ્યાં 49 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. અહેવાલ રજૂ થયા બાદ ભારતે દુનિયા પરના અન્ય દેશ કરતાં વધુ ઇન્ટરનેટ બંધ કર્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં 84 વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવી તે મૂળભૂત અધિકારો પર હુમલા જેવું કામ કરે છે. G20 ની અધ્યક્ષતા ધરાવતા દેશ માટે અને ભારતના ટેક અર્થતંત્ર તેમજ ડિજિટલ આજીવિકાની મહત્વાકાંક્ષાના ભાવિને જોખમમાં મૂકે છે.