Home News Update Health માર્કેટમાં મળી રહી છે લાલ દ્રાક્ષ, જાણો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને કેમ...

માર્કેટમાં મળી રહી છે લાલ દ્રાક્ષ, જાણો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને કેમ આ ખાવાની સલાહ આપવામાં આવે છે?

0

Published by : Vanshika Gor

દ્રાક્ષને ખુબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે, તેમાં પાણી ભરપૂર માત્રામં હોય છે, જેના કારણે શરીરને ઉનાળામાં ડિહાઈડ્રેટ રાખી શકાય છે. લાલ દ્રાક્ષમાં પણ ઘણા પ્રકારના પોષક ત્તત્વો હોય છે. લાલ દ્રાક્ષમાં વિટામિન-સી, એન્ટી-ઓક્સિડન્ટ્સ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન-ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ દ્રાક્ષના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે. તો ચાલો આ અહેવાલમાં તેના વિશે જાણીએ

હૃદય માટે અસરકારક માનવામાં આવે છે
પ્રાપ્ત વિગતો અનુસાર લાલ દ્રાક્ષમાં એક ખાસ પ્રકારનું એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જેને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ફ્લોવોનોઈડ્સ અને પોલિફિનોલ્સ નામનું એન્ટી-ઓક્સિડન્ટ રક્તવાહિનીઓને રિલેક્સ અનુભવ કરાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

ડાયાબિટિઝની સમસ્યા સામે ફાયદાકારક
લાલ દ્રાક્ષ ઓછું ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળું ફળ છે, જેના કારણે બ્લડ સુગર પ્રભાવિત થતું નથી અને તેના માટે તેને ડાયાબિટિઝ સામે ફાયદાકારક માનવામાં આવે છે. આમાં ઘણા એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જેને ડાયાબિટિઝના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

વજન ઘટાડે છે
લાલ દ્રાક્ષના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે, કારણ કે તેમાં વિટામિન-સી, ફાયબર અને રેસ્વેરાટ્રોલ નામનું ત્તત્વ મળે છે,જેને વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આંખો માટે છે ફાયદાકારક
લાલ દ્રાક્ષના સેવનને આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઓક્સિડેટીવ ડેમેજ અને ઈન્ફ્લેમેનશનના કારણે રેટિનલ ડી જનરેશનની સમસ્યા થઈ શકે છે. રિસર્ચમાં વાત સામે આવી છે કે દ્રાક્ષમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્તત્વો ઓક્સિડેટીવ ક્ષતિને ઘટાડે છે.

બીપી નિયંત્રણમાં રાખે છે
લાલ દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘટી શકે છે. દ્રાક્ષમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે બીપીને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version