અભિનેતા ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ પિપ્પા રિલીઝ થવાની તૈયારીમાં છે. 75માં સ્વતંત્રતા દિવસ પર નિર્માતાઓએ વર્ષ 1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કર્યું હતું. પિપ્પા 2 ડિસેમ્બર, 2022નાં રોજ રિલીઝ થશે. રાજા કૃષ્ણ મેનન દિગ્દર્શિત આ ફિલ્મમાં ઈશાન અને મૃણાલ સાથે સોની રાઝદાન અને પ્રિયાંશુ પેન્યુલી ચમકી રહ્યાં છે. એક મિનિટના ટીઝર વીડિયોમાં ઈશાન કેપ્ટન (બાદમાં બ્રિગેડિયર) બલરામ સિંહ મહેતાની ભૂમિકામાં છે, જે 45મી કેવેલરી ટેન્ક સ્ક્વોડ્રનનો અનુભવી છે, જેણે બાંગ્લાદેશ માટે લડત આપી હતી.
ભારે લાગણીઓ અને કેટલાક તીવ્ર યુદ્ધનાં દ્રશ્યોથી ભરેલ ઈશાન એક ‘યંગ વૉર હિરો’તરીકે ઉભરી આવે છે, જે સૈનિકોને તત્કાલીન પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરવા તરફ દોરી જાય છે. આ ફિલ્મનાં ટિઝરમાં ‘જય બાંગ્લા’ જેવો ડાયલોગ ફિલ્મસ્ટોરીમાં એક અલગ જ લેવલનો રોમાંચ ઉમેરે છે. આ ટિઝરમાં સોની અને મૃણાલની એક ઝલક પણ જોવા મળી હતી, જે ઈશાનની માતા અને ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળશે.