Published By : Parul Patel
- ભરૂચ જીલ્લામાં બાકી રહેતા ઈ-મેમા ૧૨ મેના રોજ સુધીમાં ભરવા વાહન માલિકોને તાકીદ કરવામાં આવી છે…
ભરૂચ શહેરી વિસ્તારમાં પોલીસની નેત્રમ ટીમ ધ્વારા મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફીક નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઇ-મેમા ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઘણા લોકો આ મેમો આવ્યા બાદ દંડ ભરતા નથી આવા લોકો વિરૂધ્ધ કાયદેસરના પગલા લેવાનું આયોજન કરાયું છે. આથી તા: 13-05-2023 ના રોજ પ્રે-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરાયું છે. જેમાં ભરૂચ જીલ્લામાં નેત્રમ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ ઇ-મેમા પૈકી જે વાહન ચાલકોના ઇ-મેમાના દંડ આજ દિન સુધી ભરાયા નથી તેવા વાહન ચાલકો સામે મોકલવામાં ભરૂચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ધ્વારા રૂ. 41,29,000/- વસુલવા માટે કુલ 12554 નોટીશ આવી છે. આથી જે વાહન ચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમને તા: 12/05/2023 સુધીમાં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પોલીસ અધીક્ષકની કચેરી, સીવીલ લાઈન, કાળી તલાવડી નજીક, ભરૂચ-392001 ખાતે ભરી શકાશે. આ ઉપરાંત http://echlanaynctuarat.gov.in પર ઓનલાઇન ભરી શકાશે. તથા તા: 13/05/2023 ના રોજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ, રૂમ નં.121, પ્રથમ માળ, જીલ્લા ન્યાયાલય સંકુલ, કણબીવગા, ભરૂચ ખાતે પણ ભરી શકાશે. તેમ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ તરફથી વાહન ચાલકોને જણાવવામાં આવ્યું હતું.