Home Bharuch ભરૂચ જિલ્લામાં રવિવારે ૬૦ કેન્દ્રો પર ૧૮૦૦૦ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા...

ભરૂચ જિલ્લામાં રવિવારે ૬૦ કેન્દ્રો પર ૧૮૦૦૦ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે…

0

Published By:- Bhavika Sasiya

પરીક્ષાર્થીઓને માર્ગદર્શનની જરૂર જણાય તો હેલ્પલાઈન નં.૦૨૬૪૨-૨૫૨૪૭૪ પર સંર્પક કરી શકશે.

ભરૂચ જીલ્લામાં આવતી કાલે ૬૦ કેન્દ્રો ઉપર તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે.

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા રવિવારે બપોરે ૧૨:૩૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન ભરૂચ જિલ્લાના ૬૦ પરીક્ષા કેન્દ્રોના ૬૦૦ વર્ગખંડોમાં યોજાનાર છે. જેમાં ૧૮૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. જે માટે હેલ્પલાઈન નં. ૦૨૬૪૨-૨૫૨૪૭૪ પર સંર્પક કરી શકાશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર 66 બોર્ડ પ્રતિનિધિ, કેન્દ્ર નિયામક, વર્ગખંડ નિરિક્ષક , સુપરવાઈઝર અને સીસીટીવી નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version