- પરીક્ષામાં એક શબ્દ ખોટો લખતા લાકડી અને લાતોથી વિદ્યાર્થીને ઢોર માર માર્યો
- આરોપી શિક્ષક ફરાર…
ઉત્તરપ્રદેશના ઔરૈયામાં દલિત વિદ્યાર્થીએ પરીક્ષામાં ખોટો શબ્દ લખતા નારાજ થયેલા શિક્ષકે તેને લાકડી, લાતો વડે માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઉત્તરપ્રદેશના ઔરૈયામાં અછલ્દા પોલીસ સ્ટેશન વિસ્તાર આવેલ ફંફુદ રોડની શાળામાં વૈશોલી ગામમાં રહેતો નિખિત કુમાર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આ શાળામાં અશ્વની સિંહ નામના શિક્ષકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી. પરીક્ષામાં દલિત વિદ્યાર્થી નિખિતે એક શબ્દ ખોટો લખ્યો હતો. વાત પર નારાજ થઇ ગયેલ શિક્ષકે વિદ્યાર્થીને લાકડી અને લાતો વડે ઢોર માર માર્યો હતો. જેને પગલે વિદ્યાર્થી ત્યાં જ બેહોશ થઇ ગયો હતો. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હોસ્પિટલમાં વિદ્યાર્થીનું ૧૮માં દિવસે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સોમવારે શાળા બંધ રાખવામાં આવી હતી. અને આરોપી શિક્ષક ફરાર થઈ ગયો હતો. પોલીસ ફરાર શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. સાથે જ દલિત વિદ્યાર્થીના મોતના સમાચાર મળતાં ભીમ આર્મીના સભ્યો ગામમાં પહોંચી ગયા હતા. ગામમાં તણાવને જોતા પોલીસ ફોર્સ પણ તહેનાત કરાઈ છે.

આ અંગે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે ‘પુત્રના બેભાન થઈ જવા વિશે જાણ્યા બાદ તેઓ શાળાએ પહોંછતા તેમને ધમકી આપવામાં આવી હતી. અને વિરોધ બાદ વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો હતો. તેની સારવારમાં લગભગ 40 હજાર જેટલો ખર્ચ થયો હતો.




