Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઉત્તર ભારતમાં શીતલહેર....

ઉત્તર ભારતમાં શીતલહેર….

Published by : Rana Kajal

  • ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ઠંડી વધે તેવી આગાહી કરવામાં આવી….

પહાડો પર હિમવર્ષાથી ઉત્તર ભારતમાં ‘કોલ્ડ-એટેકની શરુઆત થઈ અમૃતસરનુ તાપમાન 8 ડીગ્રી સુધી ઘટ્યું હતુ. જ્યારે મેદાનોમાં ઝાકળને લીધે ચારેબાજુ ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતુ. હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીર ખીણમાં હિમવર્ષા પછી આવનાર સમયમાં ઉત્તર ભારતમાં પણ ‘કોલ્ડ-એટેક’ વધશે. જોકે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયાથી ચંદીગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઝાકળનું પણ જોર વધશે. પહાડોના બર્ફીલા પવનને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે.

 અમૃતસરમાં મહત્તમ તાપમાનમાં 8 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. અહીં લઘુતમ તાપમાન 11.9 ડીગ્રી અને મહત્તમ તાપમાન 19.8 ડીગ્રી નોંધાયુ હતુ. ચંદીગઢમાં 4 ડીગ્રીના ઘટાડા બાદ મહત્તમ તાપમાન 23.9 અને લઘુતમ તાપમાન 14.2 ડીગ્રી નોંધાયુ હતુ. અંબાલા, લુધિયાણા, પટિયાલા, હિસાર, જયપુરમાં પણ તાપમાનમાં 1થી 4 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security