Published By:-Bhavika Sasiya
- તેમજ પેટ, લિવર, કિડની અને આંખ માટે પણ ફાયદાકારકજૂના જમાનાથી માંડીને આજ દિન સુધી જડી બુટ્ટી કુદરતી ઉપચાર માટે અકસીર ગણાય છે તેવીજ રીતે જુદા જુદા પ્રકારનું ઘાસ પણ શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું છે.
ઍક સમયે ઍક દેશી ઉપચાર કરતા વૈદને ઘાસની ઝાડીઓ જોવા મળી હતી, જેમાંથી લીંબુ જેવી સુગંધ આવતી હતી. વૈદે તે ઘાસના પાન કાપીને ગામમાં ફરીને તેમાંથી ઉકાળો બનાવ્યો હતો.
આ ઉકાળો પીતા જ તાવથી રીબાતા લોકો સારા થવા લાગ્યા અને તાવ ઉતરી ગયો હતો. આ ઘાસ ભૂતરુન હતું જેને અંગ્રેજીમાં લેમનગ્રાસ કહે છે. લેમનગ્રાસ વિશ્વભરમાં ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે. ક્યાંક તેનું તેલ તંત્ર- મંત્ર અને જાદુ સાથે જોડાયેલું છે તો ક્યાંક તેને મગજ માટે ટોનિક માનવામાં આવે છે. તેના પાંદડા, દાંડી, મૂળ, ફૂલ સહિત દરેક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે.લેમનગ્રાસ આયુર્વેદિક ઔષધિ છે. લેમનગ્રાસની ખેતી ભારત, થાઈલેન્ડ અને ચીનમાં 2 હજાર વર્ષથી કરવામાં આવે છે. ઇન્દોરના ન્યુટ્રિશનિસ્ટ નિધિ અગ્રવાલ કહે છે કે તેના પાંદડા, ફૂલો અને તેલનો ઉપયોગ વિવિધ મીઠાઈઓ અને પીણાઓમાં કરવામાં આવે છે. સ્વાદ અને ફ્લેવર વધારવા માટે તેમના પાન પણ ખોરાકમાં ઉમેરવામાં આવે છે. લેમન ગ્રાસનુ તેલ ત્વચા, વાળ અને માથાનો દુખાવો માટે પણ ઉપયોગી છે તેમજ ખીલ, ખંજવાળ, તૈલી ત્વચા જેવી સમસ્યાના નિવારણ માટે પણ લેમન ગ્રાસ ઉપયોગી છે.