ફિલ્મોની લોકો પર ખૂબ ઊંડી અસર પડે છે અને તે અસર સારી રહે તે માટે કલાકારોએ ખૂબ મહેનત કરવી પડે છે. એવા ઘણા એક્ટર છે જેમની ફિલ્મો ઘણા દાયકાઓ બાદ આજે પણ જોવામાં આવી રહી છે અને પસંદ કરવામાં આવી રહી છે અને લોકોને એ વિશ્વાસ છે કે આગળ પણ આ ફિલ્મો અને તેમના કલાકાર આગામી પેઢીઓના મનમાં જીવિત રહેશે.
એક મેગેઝીને યાદી જાહેર કરી છે જેમાં તેમણે ’50 Greatest Actors of All Time’ માં માત્ર એક ભારતીય છે જેનો ડાયલોગ- ‘જિંદગી તો હર રોજ જાન લેતી હૈ… ગમ તો સિર્ફ એક બાર લેગા’ ખૂબ ફેમસ છે…
50 ગ્રેટેસ્ટ એક્ટર્સ ઓફ ઓલ ટાઈમની યાદીમાં જે એકમાત્ર ભારતીય કલાકાર છે, તે શાહરુખ ખાન છે. શાહરુખ છેલ્લા ચાર દાયકાથી બોલીવુડમાં કામ કરી રહ્યા છે અને ડોન, કુછ કુછ હોતા હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, કભી ખુશી કભી ગમ, જબ તક હૈ જાન, માઈ નેમ ઈઝ ખાન, સ્વદેશ અને દેવદાસ જેવી કેટલીય હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. શાહરુખ ખાન હવે પઠાણ ફિલ્મમાં જોવા મળવાના છે.
આ યાદીમાં અત્યાર સુધીના 50 મહાન કલાકારોના નામ જણાવવામાં આવ્યા છે, જેમાં શાહરૂખ ખાન ઉપરાંત ડેન્ઝેલ વૉશિંગ્ટન, ટૉમ ક્રૂઝ, મેરિલીન મનરો, ફ્લૉરેન્સ પ્યૂ, રૉબર્ટ ડી નીરો, હીથ લેજર, લિયોનાર્ડો ડી કેપ્રિયો, ટોમ હાર્ડી, મેરિલ સ્ટ્રીપ, કેટ વિન્સલેટ અને ટૉમ હેન્ક્સ જેવા કલાકારોનો સમાવેશ થાય છે.
મેગેઝીને લખ્યુ, ફિલ્મ સ્ટાર શાહરુખ ખાનની લગભગ ચાર દાયકાની હિટ કારકિર્દી છે. વિશ્વભરમાં તેમના અબજો ચાહકો છે. તેઓ તેમની અદ્ભુત શૈલીના કરિશ્માને કારણે જ આ કરી શકે છે. લગભગ દરેક શૈલીમાં સફળ છે, એવુ કંઈ નથી જે તે ના કરી શકે. શાહરુખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ના ગીતને લઈને વિવાદોમાં ઘેરાયેલા છે દરમિયાન તેમણે આ ખિતાબ પોતાના નામે કરીને ભારતનુ ગૌરવ વધાર્યુ છે.
એકમાત્ર શાહરુખ ખાનને વિશ્વના 50 મહાન સદાબહાર એક્ટર્સની યાદીમા સ્થાન…
RELATED ARTICLES




