Published By : Patel Shital
સરહદો અને વિસ્તારના વિવાદ અંગે હાલના સમયમાં જ્યાં પાડોશી દેશો એકબીજા સાથે લડી રહ્યા છે. ત્યાં આ દુનીયામાં એક ટાપુ એવો પણ છે જે ટાપુ પર વર્ષ દરમ્યાન 2 દેશો 6-6 માસ માટે રાજ કરે છે. કોઇ લડાઈ કે યુધ્ધ થતું નથી બન્ને દેશોએ પરસ્પર સમજૂતીથી આ વ્યવસ્થા ગોઠવી છે.
આ ટાપુનું નામ ફિઝન્ટ આઈલેન્ડ છે અને આ ટાપુ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો છે. વર્ષ 1659માં આ ટાપુને લઈને 2 દેશો વચ્ચે એક સમજૂતી થઈ હતી. જેના હેઠળ તેના પર 6 મહિના માટે ફ્રાન્સ અને 6 મહિના માટે સ્પેનનું શાસન રહે છે. સૌથી મોટી વાત એ છે કે આ ટાપુને લઈને ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ક્યારેય કોઈ યુદ્ધ નથી થયું. ફ્રાન્સ અને સ્પેન આ ટાપુ પર દર 6 મહિને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે શાસન કરે છે.
આવુ કેમ કરવામાં આવે છે ?
વર્ષ 1659માં આ ટાપુ અંગે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે કરાર થયો હતો. આ કરારને ટ્રીટી ઓફ પાઈન્સ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ ટાપુ 200 મીટર લાંબો અને લગભગ 40 મીટર પહોળો છે. નદીની વચ્ચે પડેલો આ ટાપુ સદીઓથી મૂંઝવણમાં હતો કે તેના પર કોણ રાજ કરશે. જે પછી ફ્રાન્સ અને સ્પેને પરસ્પર સહમતિથી આ ટાપુને લઈને એક સમજૂતી કરી અને આ કરારમાં એ વાત પર સહમતિ થઈ કે 6 મહિના સુધી આ ટાપુ ફ્રાન્સ પાસે રહેશે અને 6 મહિના સુધી તેના પર સ્પેનનું શાસન રહેશે.




