Published By: Parul Patel
છટનીના આ માહોલમાં જયારે ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાંથી હજારો લોકોને ઘરભેગા કરી દેવાયા છે. જેમાં ફ્રેશર્સ હોય કે સીનિયર્સ બધા જ છટનીના આ માહોલ થી અનિશ્વિતતા નો સામનો કરી રહ્યાં છે ત્યારે આ પરિસ્થિતિમાં છે અમુક કંપનીઓ જે હજુ પણ ભારતમાં ભારતીયોને નોકરી ઓફર કરી રહી છે. આ જોબ ઓફએરીંગ્સમાં IT કંપની સૌથી આગળ છે. જૉબ પોર્ટલ Naukri.com ની ફેબ્રુઆરી 2023 જૉબસ્પીક રિપોર્ટ્સ, અનુસાર ભારતમાં છેલ્લા મહિનાઓ કે વર્ષ 2023 કે ફેબ્રુઆરીમાં 9 ટકાનો નોકરિયાતોનો વધારો થયો છે.
જાણીશુ કઈ 5 કંપનીઓ છે જે નોકરી માટે હાયરિંગ કરી રહી છે:
Infosys :

ઇન્ફોસિસ (Infosys)માં 4,263 નોકરીઓ છે એવું પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ લિંક્ડિન કહે છે. મુખ્ય જગ્યા પૈકી એન્જિનિયરિંગ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ ,પ્રોજેક્ટ અને પ્રોગ્રામ મેનેજમેન્ટ સામેલ છે. વધુમાં એન્જિનિયરિંગ – હાર્ડવેર અને નેટવર્ક,આઈટી અને ઈન્ફાર્મેશન સિક્યુરિટીમાં પણ જોબ ઑફર્સ છે.
Price Waterhouse Coopers :

ભારતમાં વિસ્તરણ માટે Price Waterhouse Coopers આવતા પાંચ વર્ષોમાં 30,000 લોકોને નિમણૂક કરવા માટે ની યોજનાની તૈયારી કરી રહ્યા છે. કંપનીને દેશમાં 80,000 લોકોની જરૂરિયાત છે. આ કંપની હાલમાં 5000 થી વધુ કર્મચારીઓ ધરાવે છે. ગત વર્ષ પીડબલ્યુસીને ભુવનેશ્વર, જયપુર અને નોએડામાં ત્રણ ઓફિસ ખોલી છે. કંપની ભારતમાં એસોસિયેટસના વિવિધ સ્તરો પર કર્મચારીઓની ભરતી કરે છે.
Wipro:

લિંક્ડિન કહે છે કે Wipro પાસે સૌથી વધુ માંગ કન્ટેન્ટ રિવ્યૂઅરથી લઈને માર્કેટ લીડ સુધીની છે, અને તે માટે તેમની પાસે ભારતમાં 3,292 નોકરીઓની જગ્યા ખાલી છે.
TCS:

ટાટા કન્સલ્ટેંસી સર્વિસ (TCS) કે હ્યુમન રિસોર્સ પ્રમુખ મિલિંદ લક્કડએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે કંપની ચોથા કવાર્ટરમાં નવી ભરતી કરી શકે છે. કંપની તેની લેટરલ હાયરિંગ રોકતી નથી.
Air India:

ઝડપી વિસ્તારની યોજનાઓ અને વધતા હ્યુમન રિસોર્સની માંગ પૂર્ણ કરવા Air India દ્વારા આ વર્ષે 900 થી વધુ નવા પાયલટ અને 4,000 થી વધુ કેબીન ક્રુની નિમણૂક કરવા માટે તૈયારી કરે છે. કંપની વધુમાં વધુ એન્જિનિયરો અને પાઈલટને હાયર કરવા માટે પણ વિચારી રહી છે.