Published by : Vanshika Gor
- ગુજરાત ટાઇટનની ટીમ વડોદરાના કોટંબી ગ્રાઉન્ડ ખાતે આજે પરસેવો પાડ્યો હતો હેડ કોચ આશિષ નહેરાની આગેવાનીમાં આ ટીમે સાંજના સમયે પ્રેક્ટિસ કરી હતી.
આઈ.પી.એલ આગામી 31 માર્ચથી શરુ થઇ રહી છે. ત્યારે ગત વર્ષની વિજેતા ગુજરાત ટાઇટનની ટીમ આ વખતે પણ ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ત્યારે ગુજરાત ટાઇટનની ટીમના ખેલાડીઓ 3 દિવસ સુધી વડોદરાના કોટંબી ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ સેશનમાં જોડાયા છે. આજે કોટંબી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ટાઇટનના હેડ કોચ આશિષ નહેરા સાથે ટીમના સભ્યો આવી પહોંચ્યા હતા, જેમાં ખાસ કરીને વિજય શંકર, નદીમ સહિતના ખેલાડીઓ જોડાયા હતા. જો કે સ્ટાર ખેલાડીઓ હાર્દિક પંડયા અને શુમાન ગિલ હાલ આ પ્રેક્ટિસ સેશનમાં જોડાયા ન હતા.

આગામી તા. 6 માર્ચ સુધી આ ટીમ અહીં નવા બને રહેલ સ્ટેડિયમ ખાતે પ્રેકિટસ કરશે. હાલ ગ્રાઉન્ડ તૈયાર થઇ ગયું છે અને સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થયું છે ત્યારે બરોડા ક્રિકેટ એસો.ને પણ એવી આશા છે કે આગામી આઇપીએલ સુધીમાં આ ગ્રાઉન્ડ સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે અને ગુજરાત ટાઇટનની મેચ પણ અહીં યોજાશે.

આ ઉપરાંત બરોડા ક્રિકેટ એસો ના સત્યજિત ગાયકવાડે જણાવ્યું હતું કે અમે બીસીસીઆઈ ને રિકવેસ્ટ કરી છે કે આ ગ્રાઉન્ડ તૈયાર થઇ જાય ત્યારે ઇન્ટરનેશનલ મેચ પણ ફાળવાય. અને આગામી થોડા જ મહિનાઓમાં આ ગ્રાઉન્ડ તૈયાર થઇ જશે.





