Published by: Rana kajal
જમ્મુ-કાશ્મીરના 1000 લોકોને આર્મીના નકલી આઈડીથી ડીએલ અપાયું… નકલી ઓફિસરો બાદ હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપતી ગેંગ નો પર્દાફાશ થયો છે…
ગુજરાતમાં સેનાના નકલી કાગળોના આધારે નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ આ ગેંગે જમ્મુ-કાશ્મીરના 1000 લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ઈશ્યુ કર્યું છે. મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટની પુણે શાખાના ઇનપુટના આધારે, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ આર્મી ક્વોટા હેઠળ બારામુલ્લા અને અનંતનાગ જિલ્લાના લોકોના નામે ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરતી હતી.ગાંધીનગર અને અમદાવાદની આરટીઓ કચેરીઓમાંથી આવા 1000 જેટલા લાયસન્સ આપવામાં આવ્યા છે. આ કેસમાં સિટી ક્રાઈમ બ્રાન્ચે બે આરટીઓ એજન્ટ સંતોષ ચૌહાણ (ઉ વ 47) અને ધવલ રાવત (ઉ વ 23)ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 284 ડ્રાઇવિંગ લાયસન્સ, 97 સર્વિસ મોટર ડ્રાઇવિંગ લાયસન્સ બુક, નવ નકલી રબર સ્ટેમ્પ, 3 લેપટોપ, 4 મોબાઇલ ફોન, 37 નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, 9 સર્વિસ સર્ટિફિકેટ, 5 કન્ફર્મેશન લેટર, 27 સ્પીડ પોસ્ટ સ્ટીકર અને એક પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી. ડિજિટલ પેન જપ્ત કરવામાં આવી હતી.