Published by: Rana kajal
તેલંગાણાના હૈદરાબાદની કેવી રંગા રેડ્ડી કોલેજમાં બુરખાને લઈને વિવાદ ઉભો થયો હતો. કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા માટે બુરખો પહેરીને આવતા કોલેજના પ્રશાસને વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપતી અટકાવી હતી. અને વિદ્યાર્થીનીઓને બુરખો હટાવવા ફરજ પડાઈ હતી. જેથી વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં પણ મોડું થયું હતું…વિદ્યાર્થીનીઓનાં વલીઓએ રાજયના ગૃહ મંત્રી અહમુદ અલી સમક્ષ કૉલેજ પ્રશાશન અંગે વીરોધ વ્યક્ત કરતાં અને આ બાબતે મીડિયા દ્વારા મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવતા મંત્રીએ જણાવ્યુ હતું કે પરીક્ષાના સમયે બુરખો ન પહેરવો એવો કોઇ નિયમ નથી જોકે મંત્રીએ એમ પણ જણાવ્યું કે મહિલાઓ ટુંકા કપડાં પહેરશે તો સમસ્યાઓ ઉભી થશે. મંત્રીના આવા નિવેદનના પગલે નવો વિવાદ ઉભો થયો છે