Published by : Rana Kajal
- કેટલાય વર્ષો સુધી ખોદકામ કર્યું પણ ન મળ્યો પગનો છેડો
મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં કેટલાય પ્રાચીન ધરોહર આવેલા છે. જેમાં કિલ્લા, વાવ અને મંદિરો છે. આ ધરોહરને સાચવવાનું કામ પુરાત્તત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેન્દુખેડા જિલ્લા નજીક દૌની ગામમાં મહુઆના ઝાડ નીચે આવેલા શ્રી રામના સેવક હનુમાજીની મૂર્તિ ખૂબ જ પ્રાચીન છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. મૂર્તિનો જમણો પગ જમીનની અંદર સૈંકડો ફુટ ઊંડાઈમાં છે, જયાં સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ મહેનત કરી, પણ કોઈ પહોંચી શક્યું નહીં. આજથી કેટલાય વર્ષો પહેલા અમુક લોકોએ હનુમાનજીના જમણા પગની પાસે 40થી 50 ફુટનો ઊંડો ખાડો ખોદ્યો હતો, પણ પગનો છેડો મળ્યો નહીં. આમ, મંદિર સાથે લોકોની આસ્થા જોડાતી ગઈ હતી, જેને લઈને ગામલોકો માનવા લાગ્યા કે, હનુમાનજીનો જે જમણો પગ છે, તે પાતાળ લોકો સુધી જાય છે. જ્યારથી મંદિરની સ્થાપના થઈ હતી. ત્યારથી મંદિરમાં 24 કલાક અખંડ જ્યોતિ સળગી રહી છે. અહીં આવતા ભક્તોનું એવું માનવું છે કે, તેમના દરબારમાં માગેલી દરેક ઈચ્છા પુરી થાય છે.




