Published by : Rana Kajal
ગીતા એક એવો પવિત્ર અને ધાર્મિક ગ્રંથ છે જે માનવીને ખુબ ગહન અને વજનદાર બોધપાઠ આપે છે… હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાં એક અદભુત ગીતાની સ્થાપના કરવામાં આવનાર છે આમ પણ ગીતા અને કુરુક્ષેત્ર ઍક બીજાં સાથે સંકળાયેલા છે ત્યારે કુરુક્ષેત્રમાં સ્થપાનારી ગીતા આશરે 1 હજાર કિલો વજન ધરાવતી હશે. અને તેના 700 જેટલા પાના હશે સાથેજ આ પાનાઓને મશીન દ્વારા ફેરવવામાં આવશે. ઇસ્કોન દ્વારા આકાર લઈ રહેલા આ અર્જુન મંદિરમાં આ ગીતાને સ્થાપવામાં આવશે. એટલુજ નહી પરંતું આ મંદિર રથ આકારનું હશે. સૌથી મહત્વની બાબત એ છે કે ઇટલીના મિલાન શહેરમા યુપો સિનથેટિક પેપરમાથી ગીતાના પાના તૈયાર કરવામા આવી રહ્યાં છે