એપલ ના સી ઇ ઓ ટીમ કુકને બોલિવુડની શોર્ટ ફિલ્મ ફુરસત એટલી પસંદ પડી કે તેમણે જાતે ટ્વીટ કરી આ શોર્ટ ફિલ્મ વીશે જણાવ્યુ હતુ…
એપલના સી ઈ ઓ ટીમ કુકને બોલીવુડના ડાયરેકટર વિશાલ ભારદ્વાજ ની ફિલ્મ ફુરસત પસંદ પડી છે આ શોર્ટ ફિલ્મ iPhone 14 Pro થી શૂટ કરવામાં આવી છે 30મિનિટની આ શોર્ટ ફિલ્મમા ટીમ કુક ને સીનેમેટોગ્રાફી અને કોરિયોગ્રાફી ખુબ પસંદ પડી હતી તેથીજ તેમણે ટ્વીટ કરી જણાવ્યુ કે “Check out this beautiful Bollywood film from director @VishalBhardwaj that explores what might happen if you could see into the future. Incredible cinematography and choreography, and all #ShotoniPhone”
આ ફિલ્મમાં હીરોને ઍક એવો અવશેષ મળી જાય છે જે તેને ભવિષ્ય વિશે જણાવે છે. તેથી હીરો ભવિષ્યને કન્ટ્રોલ કરતો થાય છે. ત્યારબાદ જે કઈ બને છે. તે ફિલ્મની થીમ છે ફિલ્મમાં ઇશાંત ખટ્ટર અને વામીકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે




