સાંપ્રત સમયમાં અભ્યાસ ખુબ મહત્વનું બન્યું છે.અભ્યાસથી મહાન વિચારકો મહાન વ્યક્તિના વિચારોથી દુનિયાના લોકો પ્રેરાય છે અને પોતાના જીવનમાં ઉતરતા હોય છે મહાભારતકાળથી સારા શિક્ષણ માટે ગુરુદક્ષિણાની પ્રથા છે જે આજના સમયમાં સ્કૂલ ફી તરીકે શાળાઓ દ્વારા લેવામાં આવે છે. આર્થિક સમસ્યાઓના કારણે કેટલાક પરિવાર શાળામાં બાળકોની ફી જમા કરાવા બાબતે ચિંતા અનુભવતા હોય છે.

ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતી દુર્વા મોદી જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે ભગરીરથકાર્ય દ્વારા તેમના શિક્ષણમાં આવતી આ અડચણને દૂર કરી છે.લગભગ એક પખવાડિયામાં પોતાના અભ્યાસકાર્ય બાદના સમયમાં દુર્વાએ અલગ-અલગ ક્ષેત્ર,વ્યવસાય અને વર્ગના લોકો પાસે 5 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી ડોનેશન મેળવી જરૂરિયાતમંદ બાળકીઓની સ્કૂલ ફી જેટલી રકમ એકત્ર કરી હતી.અને આજરોજ સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચી હતી. આ બાળકી સીધી એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું.બોક્સમાં બાળકીએ શાળાની વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું હતું જેઓ પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે શાળામાં ફી જમા કરાવી શકી ન હતી. તેવી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વાહરે આવી છે બાળકીની આ સેવા ભાવી પ્રવૃત્તિ જોઈ શાળા દ્વારા તેનો આભાર વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ કિંજલબા ચૌહાણ,માધ્યમિક શિક્ષણ સમિતિના સભ્ય અક્ષેશ પટેલ, ભાજપાના શહેર મહામંત્રી અને દાતા જીગ્નેશભાઈ અંદડીયા, કોર્પોરેટર અને દાતા અતુલ મોદી સહીત સભ્યો , શાળાના આચાર્ય , શિક્ષકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.




