એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે દુબઈ ખાતે રમાઈ રહી હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 174 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટે પાર પાડી લીધો હતો. શ્રીલંકાના ઓપનર્સ પથુમ નિસાંકા (52) અને કુસલ મેન્ડિસે (57) શ્રીલંકાની જીતમાં પાયો નાખ્યો હતો. તો કેપ્ટન દાસુન શાનાકાએ 18 બોલમાં 33 રન ફટકાર્યા હતા. તો ભાનુકા રાજપક્ષેએ 25 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી હતી. આર. અશ્વિને 1 વિકેટ લીધી હતી.આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
શ્રીલંકામાં સામે મળેલી હાર બાદ ભારત આ એશિયા કપમાંથી લગભગ બહાર ફેંકાય ગયુ છે.
ભારત આવી રીતે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકે છે .
- ભારતે સુપર-4ની પોતાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવવું પડશે
- અફઘનિસ્તાને પાકિસ્તાન હરાવવું પડશે.
- શ્રીલંકાની ટીમે પણ પાકિસ્તાનને હરાવવું પડશે.
આ બધુ થયા પછી શ્રીલંકા કુલ 6 પોઇન્ટ્સ સાથે નંબર-1 પર આવી જશે. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 2-2 પોઇન્ટ્સ થશે. આ ત્રણેય ટીમમાંથી ભારતની નેટ રન રેટ સૌથી સારી હોવી જરૂરી.




