Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeTop NewsLife Styleએસિડિટી અને કબજીયાત જેવી આ તકલીફમાં પીઓ હિંગ અને કાળા મીઠાનું પાણી...

એસિડિટી અને કબજીયાત જેવી આ તકલીફમાં પીઓ હિંગ અને કાળા મીઠાનું પાણી…

Published by : Rana Kajal

હિંગ અને કાળુ મીઠું, બન્ને બહુ જૂના ઘરેલું ઉપાયો છે. હિંગ પેટને લગતી સમસ્યાઓને દૂર કરે છે અને સાથે પાચન ક્રિયાને સારી બનાવે છે. આ સિવાય કાળુ મીઠું અને હિંગનો સૌથી મોટો ગુણએ છે કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને વઘારે છે અને સાથે આંતરડા અને બીજા અંગોની ગતિને તેજ કરે છે. આમ, જો તમે હિંગ અને કાળા મીઠાના પાણીનું સેવન કરો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. નાના બાળકોને જ્યારે પેટમાં દુખે ત્યારે ખાસ કરીને નાભિમાં પણ હિંગ લગાવવામાં આવે છે. અને રાહત થાય છે.

શરીરની આ સમસ્યાઓમાં પીઓ કાળા મીઠાનું પાણી

પેટમાં દુખાવો

પેટમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે કાળુ મીઠું અને હિંગનું પાણી અનેક રીતે ફાયદાકારક છે. આ પાણી પેટનું કામકાજ ઝડપી બનાવે છે અને સાથે અપચા, ગેસને કારણે થતા દુખાવામાંથી રાહત અપાવે છે. આમ, જો તમને પેટમાં અતિશય દુખાવો થાય છે તો તમારા માટે આ પાણી સૌથી વધારે ફાયદાકારક છે.

એસિડિટીમાંથી રાહત

એસિડિટીમાંથી કાળુ મીઠું અને હિંગ તમને ઝડપથી રાહત અપાવવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુ પેટના એસિડિક પીએચને ઓછુ કરે છે અને ત્યારબાદ તમને પેટમાં થતી બળતરામાંથી છૂટકારો અપાવે છે. હિંગ અને કાળા મીઠુંનું પાણી પેટમાં ઠંડક કરવાનું કામ કરે છે. આમ, જો તમને એસિડિટીની સમસ્યા વધારે રહે છે તો તમે આ પાણી પીવાનું શરૂ કરી દો. આ પાણી તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

કબજીયાત

તમને કબજીયાતની તકલીફ વધારે રહે છે તો તમે આ પાણી પીવાનું શરૂ કરી દો. આ પાણી પીવાથી સવારમાં ઉઠતાની સાથે જ પેટ સાફ થઇ જાય છે અને તમે રિલેક્સ ફિલ કરો છો. આ પાણી તમારું પાચન તંત્ર સારુ કરે છે જેના કારણે તમને મોટી રાહત થઇ જાય છે.

આ રીતે બનાવો પાણી

આ માટે તમે હિંગ અને કાળુ મીઠું સરખા પ્રમાણમાં લઇ લો અને પછી આ બે વસ્તુ પાણીમાં નાંખો અને 5 મિનિટ માટે રહેવા દો. પછી આ પાણી સવારમાં પી લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security