ઓગસ્ટના 31માંથી 20 દિવસ ઉત્સવ રહેશે. આ મહિનાની શરૂઆત શ્રાવણના સોમવારથી થઈ છે. ત્યાં જ, મહિનાના છેલ્લાં દિવસે ગણેશ ચતુર્થી પર્વ ઉજવાશે. ઓગસ્ટના બીજા અને છેલ્લાં સપ્તાહમાં પાંચ દિવસ વ્રત-પર્વના રહેશે. આ મહિનામાં શ્રાવણના 4 સોમવાર રહેશે. સાથે જ, રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, સિંહ સંક્રાંતિ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મોટા વ્રત-તહેવાર પણ ઉજવાશે.
શ્રાવણ મહિનો 27 તારીખ સુધી રહેશે
શ્રાવણ મહિનાને રોગ, ક્લેશ અને વિકારોને દૂર કરનાર પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવતી શિવ આરાધનાનું ફળ આખું વર્ષ મળે છે. આ મહિનામાં શ્રાવણના ચાર સોમવાર રહેશે. જે 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ રહેશે. સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ-પાર્વતી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યાં જ, 9 ઓગસ્ટના રોજ ભોમ પ્રદોષનો શુભ સંયોગ દરેક પ્રકારના દોષ અને રોગનું નિવારણ કરનાર રહે છે.

ઓગસ્ટમાં આવનાર પર્વ અને તિથિ-તહેવાર
તારીખ અને વાર | તિથિ-તહેવાર, પર્વ અને ખાસ તિથિઓ |
1 ઓગસ્ટ, સોમવાર | શ્રાવણનો પહેલો સોમવાર |
2 ઓગસ્ટ, મંગળવાર | મંગળાગૌરી વ્રત |
4 ઓગસ્ટ, ગુરુવાર | ગોસ્વામી તુલસીદાસ જયંતી |
8 ઓગસ્ટ, સોમવાર | પુત્રદા એકાદશી, બીજો સોમવાર |
9 ઓગસ્ટ, મંગળવાર | મંગળા ગૌરી વ્રત, પ્રદોષ |
11 ઓગસ્ટ, ગુરુવાર | રક્ષાબંધન |
12 ઓગસ્ટ, શુક્રવાર | સ્નાન-દાન પૂર્ણિમા |
14 ઓગસ્ટ, રવિવાર | કજ્જલી ત્રીજ, ફુલકાજળી વ્રત |
15 ઓગસ્ટ, સોમવાર | બોળચોથ |
16 ઓગસ્ટ, મંગળવાર | નાગપંચમી |
17 ઓગસ્ટ, બુધવાર | રાંધણ છઠ્ઠ, સિંહ સક્રાંતિ |
18 ઓગસ્ટ, ગુરુવાર | શીતળા સાતમ |
19 ઓગસ્ટ, શુક્રવાર | શ્રીકૃષ્ણ જન્માષ્ટમી |
23 ઓગસ્ટ, મંગળવાર | અજા એકાદશી |
24 ઓગસ્ટ, બુધવાર | પ્રદોષ વ્રત |
25 ઓગસ્ટ, ગુરુવાર | શિવ ચૌદશ, ગુરુ પુષ્યામૃત |
26 ઓગસ્ટ, શુક્રવાર | અમાસ |
27 ઓગસ્ટ, શનિવાર | સ્નાન-દાનની શનિશ્ચરી અમાસ, કુશગ્રહિણી અમાસ |
30 ઓગસ્ટ, મંગળવાર | કેવડા ત્રીજ |
31 ઓગસ્ટ, બુધવાર | ગણેશ ચોથ, ગણેશ ઉત્સવ શરુ |