Home News Update My Gujarat ઓગસ્ટમાં વ્રત-પર્વના 20 દિવસ:ઓગસ્ટ મહિનો શ્રાવણના સોમવારથી શરુ થઈને ગણેશ ચતુર્થીએ પૂર્ણ...

ઓગસ્ટમાં વ્રત-પર્વના 20 દિવસ:ઓગસ્ટ મહિનો શ્રાવણના સોમવારથી શરુ થઈને ગણેશ ચતુર્થીએ પૂર્ણ થશે

0

ઓગસ્ટના 31માંથી 20 દિવસ ઉત્સવ રહેશે. આ મહિનાની શરૂઆત શ્રાવણના સોમવારથી થઈ છે. ત્યાં જ, મહિનાના છેલ્લાં દિવસે ગણેશ ચતુર્થી પર્વ ઉજવાશે. ઓગસ્ટના બીજા અને છેલ્લાં સપ્તાહમાં પાંચ દિવસ વ્રત-પર્વના રહેશે. આ મહિનામાં શ્રાવણના 4 સોમવાર રહેશે. સાથે જ, રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, સિંહ સંક્રાંતિ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મોટા વ્રત-તહેવાર પણ ઉજવાશે.

શ્રાવણ મહિનો 27 તારીખ સુધી રહેશે

શ્રાવણ મહિનાને રોગ, ક્લેશ અને વિકારોને દૂર કરનાર પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવતી શિવ આરાધનાનું ફળ આખું વર્ષ મળે છે. આ મહિનામાં શ્રાવણના ચાર સોમવાર રહેશે. જે 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ રહેશે. સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ-પાર્વતી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યાં જ, 9 ઓગસ્ટના રોજ ભોમ પ્રદોષનો શુભ સંયોગ દરેક પ્રકારના દોષ અને રોગનું નિવારણ કરનાર રહે છે.

ઓગસ્ટમાં આવનાર પર્વ અને તિથિ-તહેવાર

તારીખ અને વારતિથિ-તહેવાર, પર્વ અને ખાસ તિથિઓ
1 ઓગસ્ટ, સોમવારશ્રાવણનો પહેલો સોમવાર
2 ઓગસ્ટ, મંગળવારમંગળાગૌરી વ્રત
4 ઓગસ્ટ, ગુરુવારગોસ્વામી તુલસીદાસ જયંતી
8 ઓગસ્ટ, સોમવારપુત્રદા એકાદશી, બીજો સોમવાર
9 ઓગસ્ટ, મંગળવારમંગળા ગૌરી વ્રત, પ્રદોષ
11 ઓગસ્ટ, ગુરુવારરક્ષાબંધન
12 ઓગસ્ટ, શુક્રવારસ્નાન-દાન પૂર્ણિમા
14 ઓગસ્ટ, રવિવારકજ્જલી ત્રીજ, ફુલકાજળી વ્રત
15 ઓગસ્ટ, સોમવારબોળચોથ
16 ઓગસ્ટ, મંગળવારનાગપંચમી
17 ઓગસ્ટ, બુધવારરાંધણ છઠ્ઠ, સિંહ સક્રાંતિ
18 ઓગસ્ટ, ગુરુવારશીતળા સાતમ
19 ઓગસ્ટ, શુક્રવારશ્રીકૃષ્ણ જન્માષ્ટમી
23 ઓગસ્ટ, મંગળવારઅજા એકાદશી
24 ઓગસ્ટ, બુધવારપ્રદોષ વ્રત
25 ઓગસ્ટ, ગુરુવારશિવ ચૌદશ, ગુરુ પુષ્યામૃત
26 ઓગસ્ટ, શુક્રવારઅમાસ
27 ઓગસ્ટ, શનિવારસ્નાન-દાનની શનિશ્ચરી અમાસ, કુશગ્રહિણી અમાસ
30 ઓગસ્ટ, મંગળવારકેવડા ત્રીજ
31 ઓગસ્ટ, બુધવારગણેશ ચોથ, ગણેશ ઉત્સવ શરુ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version