આવનાર તા.૩૧ માર્ચના રોજ આર્થીક વર્ષ પુર્ણ થતું હોય રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા. ૧૧/૦૩/૨૦૨૩ તથા તા.૨૫/૦૩/૨૦૨૩ના જાહેર રજાના દિવસોએ રાજ્યના ૧૮ જિલ્લાની બાવન સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.આ બંને દિવસોએ નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
રાજયના જુદા જુદા જિલ્લાઓમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે . ભરૂચ જિલ્લાની ભરૂચ તથા અંકલેશ્વર મળી રાજ્યમા કુલ-૫૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૧૧-૦૩-૨૦૨૩ તથા તા. ૨૫-૦૩-૨૦૨૩ના રોજ ચાલુ કામકાજના દિવસની જેમ જ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ઓનલાઇન એપોઇમેન્ટ લઈને દસ્તાવેજ કરાવી શકાશે….
RELATED ARTICLES




