Published By: Parul Patel
- ભૂકંપની મુસીબતમા ભારતે કરેલ મદદ ભૂલી તુર્કીએ કાશ્મીરનો પ્રશ્ન ઉઠાવ્યો…જૉકે ભારતે આપ્યો વળતો જવાબ…
હાલમાંજ આવેલ વિનાશક ભૂકંપ ના સમયે ભારતે તુર્કીને એક સાચા મિત્રની જેમ ખૂબ મદદ કરી હતી. વિશ્વમા ભારતના ઓપરેશન દોસ્તની પ્રશંસા કરવામાં આવી હતી. પરતું તુર્કી આ તમામ મદદને ભુલી કાશ્મીરનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જૉકે ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો.
તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં ફરી એક વખત ભારતના દુશ્મન એવા પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. તેમજ ભારત પર પાયાવિહોણો આરોપ લગાવ્યો હતો. તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનનો સાથ આપતા આરોપ લગાવ્યો કે તે જમ્મુ-કાશ્મીરમાં માનવઅધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જોકે તુર્કીના આ આરોપ અંગે હાલ ભારતે મૌન જાળવ્યું નથી.
ભારતના પ્રતિનિધિએ યુએનએચઆરસીમાં તુર્કીને ચેતવણી આપતા કહ્યું કે તુર્કીએ ભારતના આંતરિક મામલામાં બિનજરૂરી નિવેદનો આપવાથી બચવું જોઈએ. તુર્કીમાં થોડા દિવસો પહેલા આવેલા ભૂકંપમાં ભારતે મોટા પ્રમાણમાં સહાય કરી હોવા છતા તુર્કીએ યુએનએચઆરસીમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લીધો છે.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી મિશનની પ્રથમ સચિવ સીમા પૂજાનીએ પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય, ખ્રિસ્તી, હિન્દુઓ અને શીખો સહિત ધાર્મિક માઈનોરિટીના ઉત્પીડનનો મુદ્દો ઉઠાવ્યો. પૂજાનીએ પાકિસ્તાનમાં લધુમતીને ગાયબ કરવાની ક્રૂર નીતિને લઈને તેની ટીકા કરી હતી.