Published By:-Bhavika Sasiya
- પ્રાચીન સમયમાં ભારતીય આભૂષણો દુનિયામાં ખુબ ખ્યાતિ ધરાવતા હતા હવે ફરી ભારતીય આભૂષણો નૉ યુગ આવી ગયો છે..
આભૂષણો મહિલાઓની સુંદરતામાં વઘારો કરે છે ખાસ કરીને હવે સ્ત્રીઓ પહેલાના સમયના આભૂષણોની ડિઝાઈન પસંદ કરતી થઈ છે જેમાં તેમનો લૂક જાજરમાન લાગતો હોય છે, લગ્ન પ્રસંગો કે પછી તહેવારોમાં જ્યારે સ્ત્રી પારંપારિક પોષાક પહેરે છે ત્યારે આ પ્રકારના ઘરેણા પહેરવાનું અચૂક પસંદ કરે છે.
જેમકે ચૂડા –સોનાની એક બંગડી અને ગોલ્ડ પ્લેટેડ બંગડીઓના એક જોડાની ફેશન સ્ટેટમેન્ટની જેમ જોવાય છે. આ મોટાભાગે ભારતીય અને ઈન્ડો વેસ્ટર્ન કપડા સાથે પહેરી શકાય છે. એક કન્ટેમ્પરેરી ડિઝાઈનની બંગડીઓ વેસ્ટર્ન કપડાં સાથે સુંદર લાગે છે. સાથે જ નોકરી કરતી મહિલાઓ અને કોલેજીયન યુવતી તમામને આભુષણો પસંદ હોય છે. જે તેમની સંદરતામાં વધારો કરે છે. હીરા અને આર્ટીફિશિયલ હીરા જડીત બુટીની એક જોડ આપને હંમેશા આકર્ષક લુક આપે છે. દરેક પ્રકારના વસ્ત્રો સાથે ધારણ કરી શકાય છે. દરેક મહિલાની જ્વેલરી બોક્સમાં એક સ્પાર્કલિંગ સ્ટડ બુટીની જોડ અવશ્ય હોય છે.જેને મહિલાઓ અને યુવતી દરરોજ પણ ધારણ કરી શકે છે.જ્યારે લગ્ન પ્રસંગમાં મહિલાઓમાં ગળામાં સોનાનો હાર હોય છે.. હાર ની ડિઝાઈન પ્રકૃતિ દેવી-દેવતાઓથી પ્રેરિત હોય છે. ચમકદાર સાડીઓ સાથે આ હાર ધારણ કરવાથી શાનદાર લાગે છે. મોટાભાગની યુવાન મહિલાઓ ભારે હારની પસંદગી કરે છે. જ્યારે વૃદ્ધ મહિલાઓ હલકી જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. આપણા સમાજમાં આંગળીમાં પહેરવાની વીંટીને પણ આભુષણ કહેવામાં આવે છે. સ્ટેક્ડ રિંગ હોય કે રત્નોથી મઢેલી અંગુઠી, જે પહેરવાથી અન્ય Cbse જ્વેલરી પહેરવાની જરૂર રહેતી નથી..