Published By:-Bhavika Sasiya
- અશુદ્ધ કેકથી આંતરડામાં ઇન્ફેક્શન થઈ શકે….
- નાના મોટા પ્રસંગો એ કેક કટિંગનૉ રિવાજ સામાન્ય થઇ ગયો છે…
ચોમાસામાં કેક બગડવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે જુઓ કેક લેતી વખતે થોડી પણ બેદરકારી દાખવવામાં આવે તો તે તે બીમારીને આમંત્રણ આપી શકે છે. જન્મદિવસ હોય કે મેરેજ એનિવર્સરી કે અન્ય કોઈ યાદગાર દિવસ. આ દિવસોની ઉજવણી સામાન્ય રીતે કેક કટીંગ કરીને સેલિબ્રેશન કરતા હોય છે.
લોકો આ ઉજવણીમાં પોતાના સંબંધીઓને કેક ખવડાવીને મીઠું મોઢું કરાવતા હોય છે પરંતુ જો વાસી કેક આવી જાય તો તે પેટ પણ બગાડી શકે છે. તાજેતરમાં રાજકોટમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન વાસી કેક પણ મળી આવી હતી. કેક મેંદા અથવા અન્ય વસ્તુઓમાંથી બનતી હોય છે.જે પૈકી કોઈ ખાદ્ય સામગ્રી વાસી આવતા માનવીની તબિયત બગાડી શકે છે…કેક 24 કલાકની અંદર જ બનેલી હોવી જોઈએ તે સાથે કેકમાં ફૂગ ચડી છે કે નહીં તે ચેક કરવુ જરૂરી છે…