- આખું એક ગામ ઍવુ કે જ્યાં માનવીઓ વામન એટલે કે ઠિંગણા….અને મકાનો પણ નાના રમકડાં જેવા…..
વામન એટલે કે ઠિંગણા લોકોને સમાજમાં લોકો હાસ્યાસ્પદ ગણતા હોય છે તેથી જ ફિલ્મોમાં અને સરકસમાં ઠિંગણા માનવીઓ દ્વારા દર્શકોનું મનોરંજન કરાવવામાં આવે છે. હાલમાં જ વામનોનું એક આખું ગામ શોધાયું છે. વામનોનું આખું ગામ ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદથી લગભગ 75 કિલોમીટર દૂર એક સ્થાન પર છે, જેનું નામ મખુનિક છે. આ ગામમાં ચારે બાજુ વામન માનવી જોવા મળશે. અહીં બનેલા ઘરો પણ ઘણા નાના છે અને એ ઘરોના દરવાજા અને બારી પણ નાના છે.

આ ગામમાં આજથી નહીં પણ સો વર્ષ પહેલાં પણ વામન લોકો વસવાટ કરતા હતા.જૉકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે 100 કે 150 વર્ષ પહેલા જે લોકો આ ગામમાં રહેતા હતા તેમની લંબાઈ માત્ર 50 સેમી હતી. કેટલાક લોકોની લંબાઈ આનાથી પણ ઓછી હતી. વર્ષ 2005 માં, જ્યારે વૈજ્ઞાનિકોએ આ ગામમાં ખોદકામ કર્યું, ત્યારે તેમને અહીં દટાયેલી એક મમી મળી, જેની લંબાઈ માત્ર 25 સેમી હતી. આ ગામમા રહેતા મોટાભાગના લોકોની ઓછી ઊંચાઈ પાછળનું કારણ અહીંની ઉજ્જડ જમીન અને ખોરાકનો અભાવ હોવાનું કહેવાય છે.

આ ગામના તમામ લોકો સંપૂર્ણપણે શાકાહારી છે. આ ગામની આસપાસ માત્ર નજીવી ખેતી છે અને પીવા માટે શુધ્ધ પાણી પણ ઉપલબ્ધ નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓછા ખોરાક અને ઓછા પાણીને કારણે આ લોકોના શરીરનો વિકાસ ધીરે ધીરે બંધ થઈ ગયો અને તેમની ઊંચાઈ 50 સેમીની આસપાસ અટકી ગઈ હતી. માણસો તો વામન જ પણ બારી-બારણા-મકાન બધુંજ નાનું જાણેકે આખા ગામમા રમકડાં ઘર હોય એમ જણાય છે.




