આલિયા ભટ્ટે આજરોજ બાળકીને જન્મ આપ્યો છે. આલિયા ભટ્ટની ડિલિવરી રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી. આલિયા અને રણબીરના બાળકના જન્મ બાદ કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારમાં ઉજવણીનો માહોલ છે, દરેક લોકો આનંદથી ઉછળી રહ્યાં છે. બંને પરિવારો નાના મહેમાનની આતુરતાથી રાહ જોતા હતા, તેનો અંત આવ્યો છે. કપૂર પરિવારમાં એક નાનકડી દેવદૂતનું આગમન થયું છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે. માતાપિતા તરીકે આલિયા અને રણબીરની ખુશીનો કોઈ પાર નથી. બોલિવૂડનું સૌથી પ્રેમાળ કપલ પેરેન્ટ ક્લબમાં સામેલ થઈ ગયું છે. દરેક લોકો આલિયા-રણબીરને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આલિયા અને રણબીરે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરીને હંમેશા માટે એકબીજાનો હાથ પકડ્યો હતો. લગ્નના થોડા સમય બાદ આ કપલે સારા સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા. આલિયાના પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી જવા સાથે ખૂબ ખુશ હતા. ત્યારથી, બધા આલિયા અને રણબીરના બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે સુંદર ક્ષણ આવી ગઈ છે. આલિયાએ પોતાના બાળકને જન્મ આપ્યો છે.
કપૂર પરિવારમાં નાના દેવદૂતનું આગમન.. આલિયાભટ્ટે આપ્યો દીકરીને જન્મ…
RELATED ARTICLES




