અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાં આવેલ સન ફ્લોરા રેસીડેન્સીમાં રહેતા વિકાસ સંજય યાદવ પોતાના ઘરે રાતે સુઈ ગયા હતા તે દરમિયાન તેઓના ઘરની બહાર બાઈકો ભળકે બળતી હોવાની જાણ તેઓના પિતાએ તેઓને કરતા તેઓ તાત્કાલિક જાગી ગયા હતા અને સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ બુજાવી દીધી હતી.
જો કે ત્રણ જેટલી બાઈક બળીને ખાખ થઇ હતી આ બાઈકો કોણ કોણ સળગાવી ગયું તે જાણી શકાયું નથી. પરંતુ દુશ્મની કાઢી હોવાનું ચર્ચાઈ રહ્યું છે બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.