અંકલેશ્વર નગર પાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી જેમાં સામાન્ય સભામાં ૪૮ કામો મુકવામાં આવ્યા હતા જે પૈકી સર્વાનુમતે ૪૬ કામો મંજુર કરવામાં આવ્યા હતા જયારે એક પ્રમુખ સ્થાનેથી મંજુર કરવામાં આવ્યું હતું
કાગદી તળાવમાંથી ફિલ્ટરેશન પ્લાન્ટ થકી શુદ્ધ પાણી અપાશે
આ સામાન્ય સભામાં મુકવામાં આવેલ કામો જેવા કે ગટર લાઈન,પાણીની લાઈન,અંતિમ રથ,પુરષોત્તમ બાગ અને જવાહર ભાગ માટે ૭૦ લાખ અને અમૃત ૨.૦ અંતર્ગત સરકાર દ્વારા મંજુર કરેલ પ્રોજેક્ટ કમલમ તળાવ ૨.૫૦ લાખ રૂપિયા ફાળવણી સાથે કામગીરી શરુ કરવા ટેન્ડર પ્રક્રિયા અને વર્ષ-૨૦૪૫ની વસ્તીને ધ્યાનમાં રાખી કાગદી તળાવ ખાતે રૂપિયા ૩૬ કરોડ મંજુર કરવામાં આવ્યા છે
એક કામને બાદ કરતા તમામ કામો સર્વાનુમતે મંજુર
આગામી સમયમાં ફિલ્ટરેશન પ્લાન્ટ થકી શુદ્ધ પાણી ઘરે ઘરે લોકોને આપવામાં આવશે ઉપરાંત તમામ નવ વોર્ડના વિકાસ માટે ૪૫ લાખની ફાળવણી કરવામાં આવી છે સાથે ચોમાસામાં ધોવાઇ ગયેલા માર્ગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ભાવો મંગાવી સરકારમાં દરખાસ્ત કરવાથી ટૂંક સમયમાં ગ્રાન્ટ મંજુર થયા બાદ કાર્પેટિંગ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં વિપક્ષના એક જ સભ્ય હાજર હોવાનું જાણવા મળ્યું છે.