Published by : Rana Kajal
સામાન્ય રીતે કુંડામાં છોડ ઉગી નીકળે છે અથવા તો દિવાલની તિરાડોમાં પણ વનસ્પતિ ઉગી નીકળે છે. પરંતુ કારમાં ઝાડ ઉગી નીકળ્યું હોય તેવી ધટના સર્જાતા આ ધટનાએ લોકોમા આશ્ચર્ય ફેલાવ્યું હતું. કુદરતની લીલા ઍવી છે કે જરા સરખી સાનુકૂળતા મળતા વનસ્પતી ઉગી નીકળે છે. હવા અને પાણી થોડી ઘણી માત્રામાં મળી આવતાં છોડ અને વૃક્ષ ઉગી નીકળે છે ત્યારે હાલમા કારમાં ઉગી નીકળેલ ઝાડ મળી આવ્યું હતું. સુરત નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ઍક ઝાડ કોઇ કારણોસર લાબા સમયથી પડી રહી હતી. જેનાં પરિણામે તેમાં ઝાડ ઉગી નીકળ્યું હતું. તેવામાં આ કારને ટોઇગ કરવા જતાં ઝાડ નીચેથી કાપી કારને ટોઇંગ કરાતા એવું દ્રશ્ય સર્જાયું કે લોકો જોતાજ રહી ગયાં..આ દ્રશ્યએ લોકોમા આકર્ષણ જમાવ્યું હતું.